જમાનાએ-જમાનાએ જમાનાની તાસીર, બદલાતી ને બદલાતી રહી છે
શું વાણી કે શું વર્તન, દૃષ્ટિમાં પરિવર્તન, લાવતી એ તો રહી છે
પરિવર્તન ને પરિવર્તનના નર્તન, નિશાની એની એ તો રહી છે
નીતિ-નિયમોના બદલાતા મૂલ્યોનો, પરિપાક એ તો દેતી રહી છે
ના બદલાયા મૂલ્યો જેના જીવનમાં, સનાતન સત્યની એ નિશાની છે
જૂની આંખે નવા તમાશા, જમાને -જમાને નીકળતા તો આવ્યા છે
જગાવી અશાંતિ જીવનમાં કેટલી, લાવ્યા શાંતિ કેટલી, મૂલ્યો એના પર અંકાયા છે
સુખની દોટ ચાલી સહુની જમાનામાં, ના બદલી કદી એમાં આવી છે
રોકયા ને રોકયા, સહુને તો જમાનાએ, કોણ કેટલા એમાં રોકાયા છે
તણાતા ને તણાતા રહ્યાં સહુ તો એમાં, જમાનાની તાસીર બદલાતી રહી છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)