ઘંસી નાંખ, ઘસી નાંખ, ઘસી નાંખ, તારા ભાગ્ય પરનો કાટ, આજ ઘસી નાંખ
ચમકી જાશે તો ભાગ્ય તારું, આજ એને ઘસીને ચમકાવી નાંખ
ચડયો હશે ભલે છીછરો કે ઘેરો, મનમાં ના એને તું ધરી રાખ
યત્ને-યત્ને જાશે એ તો ઊતરતો, એને સંપૂર્ણ તું કાઢી નાંખ
છે શુદ્ધતાનું તો લક્ષ્ય તારું, કચાશ ના એમાં તો કાંઈ રાખ
ઘસી-ઘસી કરી દેજે ધારદાર ભાગ્યને, દુર્ભાગ્યને જીવનમાંથી ભૂંસી નાંખ
ચમકી જાય જ્યાં એકવાર એ, ચડે ના કાટ પાછો, તકેદારી એની તો રાખ
ચમકાવી-ચમકાવી દઈને એવું, તારા જીવનનો માર્ગ સાફ કરી નાંખ
છે જીવનમાં એ એક કરવા જેવું, કસર ના જીવનમાં એમાં તો રાખ
ઘસી કરવું સાફ છે જ્યાં તારે હાથ, જોઈ વાટ, ના સમય વેડફી નાંખ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)