એક શ્રદ્ધાના તાંતણે રે, એક આશાના તાંતણે રે, એક પ્રેમનાં તાંતણે રે
જીવડો તો (2) આ જગમાં બંધાયેલો ને બંધાયેલો રહેશે
તૂટયો કે ખૂટયો તાંતણો આ જીવનમાં રે, જીવન હાલકડોલક એનું થાશે
કરતા ને કરતા રહ્યા છે સહન જીવનમાં આ, સહન કરતા ને કરતા રહેશે
ના દેખાતા આ તાંતણા, રહેશે બંધાયેલા એમાં, બંધાયેલા ને બંધાયેલા રહેશે
છે તાંતણા એના એવા સુંદર, જીવન એમાં, ખેંચાતું ને ખેંચાતું રહેશે
હશે બંધાયેલા મજબૂત એવા, ના હાલશે જો એમાં, જીવનમાં બેડો પાર થાશે
એકબીજામાં સંકળાયેલા છે એવા, આ ત્રિપુટીની જરૂર જીવનમાં તો રહેશે
અધૂરપ આવી જીવનમાં એમાં તો જ્યાં, જીવનમાં અધૂરપ એની વરતાશે
જીવનની પળેપળમાં છે જરૂરત આની, આના વિના ના જીવનમાં રહેવાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)