આજ નથી જે તારી પાસે, આવશે ના એ તો કાલે
નથી એ તું કહી શકવાનો, નથી કોઈ એ કહી શકવાનું
વિચાર જાગશે આજે, જાશે કાલે, આવશે એ ફરી ક્યારે - નથી…
મળ્યા જગમાં જે આજે, પડશે છૂટા, મળશે ફરી એ ક્યારે - નથી…
ચૂક્યા પળો જીવનમાં જે આજે, મળશે ફરી પાછી એ ક્યારે - નથી…
તણાતા ને તણાતા રહ્યા લાગણીમાં, તણાશે કોણ ક્યારે - નથી…
સુખદુઃખના દ્વાર છે સહુ કાજે, ખુલ્લાં, મળશે કોને ક્યારે - નથી…
જીવન મળ્યું છે આજે, હશે ના કાલે, મળશે ફરી પાછું ક્યારે - નથી…
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)