રહ્યા આ ધરતી પર, પોષાયા આ ધરતી પર, ને ધરતી ઉપર જ્યાં
જાશો ભલે ઉપર ને ઉપર, ધરતી ઉપર ફરી આવવાના એ આવવાના
રહ્યું છે ધરતીનું આકર્ષણ એવું, પાછા એનાથી ખેંચાવાના રે ખેંચાવાના
પાડશે બૂમો ભલે સહુ જગમાં, જગ જલદી ના કોઈ છોડવાના રે છોડવાના
મળ્યું કે મેળવી શકશે જે ધરતી ઉપર, ના બીજે પામી એ શકવાના રે શકવાના
છે બધું ને મળી શકે ધરતી ઉપર, ના બીજે ક્યાંય એ પામવાના રે પામવાના
ધરતીની ચીજ કામ લાગે ધરતી ઉપર, બીજે ના એ કામ લાગવાના રે લાગવાના
મન લઈ આવ્યા ધરતી ઉપર, જાગ્યા વિચાર ધરતી પર, એ આવવાના રે આવવાના
વિવિધતાથી ભરી છે ધરતી, જીવન વિવિધતાથી તો ભરવાના રે ભરવાના
મન, વિચાર, અહં પરના રે કાબૂ, છે જીવનમાં તો મુક્તિના પરવાના રે પરવાના
નિઃસ્વાર્થ ભાવ-ભક્તિથી, પ્રભુ જીવનમાં તો મજબૂર બનવાના રે બનવાના
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)