Hymn No. 3862 | Date: 04-May-1992
|
|
Text Size |
 |
 |
કર્યુ હશે, કરશું જીવનમાં જેજે, છાપ એની, મન પર તો છપાઈ જાશે કરીશ સારા કે ખોટા વિચારો તું જીવનમાં, છાપ મન પર એની એ મૂકી જાશે કર્યા કર્મો, જીવનમાં તો જેવાને જેવા, જીવન, છાપ એની તો દેતું જાશે પડશે છાપ કોઈ છીછરી, કોઈ ઊંડી, છાપ પડયા વિના તો ના રહેશે પડી હશે છાપ જેવી, મળતાં બળ આચચણનું એને, જીવન એવું ઘડાશે કરવી પડશે મહેનત, કરવા ઝંખી એને, ધીરે ધીરે એને તો ભૂંસી શકાશે પાડવા છાપ જીવનમાં ઊંડીને ઊંડી, મહેનત એની તો ખૂબ લેવી પડશે પડી હશે છાપ, વૃત્તિ ને સ્વભાવની જીવનમાં જેવી, માનવી એવો ઓળખાશે જીવનમાં પ્રસંગોને સંજોગો ભી છાપ એની તો મુક્તાને મુક્તા જાશે કર્યા હશે યત્નો જેવા જીવનમાં, છાપ એવી, ઉપસતીને ઉપસતી તો જાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|