નથી જગ સાથે તો લેવા-દેવા, આવ્યો છે તું, શ્વાસોશ્વાસના હિસાબ પૂરા કરવા
જગ સાથે તું શાને સંકળાય, હો શાને સંકળાય
ના કાંઈ કે કોઈ આવશે રે સાથે તારી, આવી ને આવશે તો જવાબદારી
અહીનું અહીં બધું જ્યાં રહી જાશે, ભેગું કરવાની છે મહેનત તો નકામી
લાવ્યો ના શ્વાસોશ્વાસ તું સાથે, આવ્યો જગમાં, મળ્યા તને એ જગના દ્વારે
કયા અન્નના બીજ વાવ્યા તેં જગમાં, તોય મળ્યા અન્નના બીજ તને જગમાં
લાવ્યો ના સુખદુઃખ તું તો સાથે, સુખદુઃખ પામ્યો તું તો જગના દ્વારે
જરૂર તો છે પરમ પ્રેમની તો તારા હૈયે, મળશે તને એ તો પ્રભુની પાસે
છે અલિપ્તતાનું ધ્યેય તો તારા હૈયે, જગ સાથે ત્યાં તું શાને સંકળાય
જાણે છે, નથી કાંઈ તારું તો જગમાં, મારા-મારામાં તોય તું અટવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)