તારા વિના રે માડી, હૈયાના હેત તો મારા, જગતમાં બીજું કોણ સમજી શકશે
સાચા છે કે છે એ ખોટા, તારા વિના રે માડી, જગતમાં બીજું કોણ પારખી શકશે
જગતના હૈયેહૈયાંના હેત તું તો જાણે, તુજથી રે માડી, અજાણ્યા તો ના રહી શકશે
રહેશે ભલે જગથી અજાણ્યા, રહેશે અજાણ્યા ક્યાંથી તુજથી, તુજ એક એને જાણી શકશે
હશે હૈયાંના છુપા ખૂણે છુપાયા, તારી નજર બહાર તો ના કદી એ રહી શકશે
નથી કાંઈ આકાર તો હેતના, ના એ તો દેખાશે, જગતમાં એ તો સમજી શકશે
વરસ્યા એ કારણ વિના, રહ્યા એ સ્વાર્થ ભરેલા, તારા વિના માડી, કોણ પારખી શકશે
છે એ ભાવ ભરેલા કે કપટ ભરેલા, તારા વિના રે માડી, બીજું કોણ જાણી શકશે
હશે એ કલુષિત કે હશે એ પવિત્ર, જગ ના જાણી શકે, તારાથી છૂપું ના એ રહી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)