Hymn No. 3941 | Date: 08-Jun-1992
|
|
Text Size |
 |
 |
કહેતોને કહેતો રહે છે તું, પ્રભુ કરે તે થાય, તોયે હૈયે ચિંતા, એની શાને તો થાય
Kahetone Kaheto Rahe Che Tu, Prabhu Kare Te Thaay,Toye Haiye Chinta, Eni Shaane To Thaay
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
કહેતોને કહેતો રહે છે તું, પ્રભુ કરે તે થાય, તોયે હૈયે ચિંતા, એની શાને તો થાય નથી મન જ્યાં તારે હાથ, ફાવે ત્યાં એ તો જાય, દોડી દોડી એમાં તું, થાક્તોને થાક્યો જાય સુખમાં હસતો રહે સદાય, દુઃખમાં મુખ મરોડતો જાય, તમાશો પ્રભુ, આ ત જોતો જાય મળ્યા ના જીવનમાં પ્રભુને, નિરંકુશ તેથી ના બનાવ, જ્યાં આ સમજાય, તો સુખી થવાય છે જ્યાં બધું પ્રભુને હાથ, રાખ પ્રભુને તું સાથ, રાખ યાદ શબ્દમાં, ધાર્યું પ્રભુનું તો થાય લીધું તેં જગતમાં પ્રભુ પાસેથી જ્યાં, પડે દેવું જગમાં એને ત્યાં તો સદાય પ્રભુ વિના નથી જગમાં કોઈ તો તારું, રહે છે શાને મનમાંને મનમાં તો મુંઝાય છે પ્રભુ જ્યાં તારી પાસે, લાગે ના વાર આવતા, જીવનમાં હેત એના તો પરખાય રાખશે ના કાંઈ એની પાસ, દેવા બેસે છે જ્યાં, જ્યાં જગનો નાથ, જાજે લેતો, લેવાય એટલું લેવાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|