તારા શ્વાસનો રે, તારા શ્વાસનો, જીવનમાં કોઈ ભરોસો નથી, કોઈ ભરોસો નથી
આવ્યો જગમાં તું, છોડીશ જગ ક્યારે, તું એ કહી શકવાનો નથી - તારા...
લીધો તેં અંદર, છૂટશે ક્યારે એ બહાર કે નહિ, તું એ જાણતો નથી - તારા...
ગતિ તારા શ્વાસની રે જીવનમાં, જીવનમાં એકસરખી તો રહેવાની નથી - તારા...
દોડતાં કે કામ-ક્રોધમાં, ગતિ શ્વાસની તારી, તારા કાબૂમાં રહેતી નથી - તારા...
તારા શ્વાસે-શ્વાસે રહે ગતિ મનની ફરતી, એની ગતિ ખબર પડતી નથી - તારા...
શાંત ભાવો રે તારા, તારા શ્વાસ પરથી, જીવનમાં પરખાયા વિના રહેતા નથી - તારા...
તારા શ્વાસની ગતિ પરથી, તારા મનની સ્થિતિ, પરખાયા વિના રહેવાની નથી - તારા...
શ્વાસની ગતિને લેતા કાબૂમાં, મનની ગતિ, કાબૂમાં આવ્યા વિના રહેવાની નથી - તારા...
શ્વાસને, મનને, ગૂથ્યું જ્યાં લક્ષ્યમાં, લક્ષ્ય પામ્યા વિના એ રહેવાનું નથી - તારા...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)