અસંખ્ય માનવોની ગણતરીમાં, તારી ગણતરી એમાં તો ક્યાં છે
અસંખ્ય જગતના જીવોમાં, તારા જીવની ગણતરી એમાં તો ક્યાં છે
અસંખ્ય તારા ને સૃષ્ટિની ગણતરીમાં, તારી સૃષ્ટિની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય બિંદુથી ભરેલા સાગરમાં, એક બિંદુની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય વરસતા વર્ષાના બિંદુમાં, એક બિંદુની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય વહેતાં સૂર્યના કિરણોમાં, એક કિરણની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય જગતના પાંદડાઓમાં, એક પાંદડાની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય વૃત્તિઓના ભાવોમાં, એક ભાવની ગણતરી તો ક્યાં છે
અસંખ્ય જગતમાંના બીજોમાં, એક બીજની ગણતરી તો ક્યાં છે
અલ્પતાની આ એંધાણીમાં, જીવનમાં સદા અજ્ઞાનનો તો વાસ છે
અલ્પતાના આ નિવાસમાં, પણ જીવનમાં, પ્રભુનો તો વાસ છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)