Hymn No. 3992 | Date: 28-Jun-1992
|
|
Text Size |
 |
 |
1992-06-28
1992-06-28
1992-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=15979
કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા
કરવા છે દર્શન તારા રે (2) પ્રભુજી રે વ્હાલા, કરવાં છે દર્શન તો તારા કરવા છે દૂર તો જીવનમાં, હૈયેથી તો માયાના રે ઝાળા - કરવા છે... તારા દર્શન વિના, વીત્યું રે જીવન, વિતાવવા નથી હવે રે દહાડા - કરવા છે... રાત દિવસ રહ્યો તું મારા વિચારોમાં, લાવવો છે તને હવે નજરમાં - કરવા છે ... મળશેને મળશે જીવનમાં તો ઘણું, તારા દર્શન વિના છે એ અધૂરું - કરવા છે... દયા સાગર તો છો પ્રભુજી, તમે રે વ્હાલા, રહેવું નથી તારી દયા વિના - કરવા છે... જગની માયા રે હોય ભલે તારી, કરવી છે શું એને રે પ્રભુ, તારા વિના - કરવા છે... છીએ અમે તો અજ્ઞાની, છો તમે જ્ઞાનસાગર, ઝીલવી છે રે પ્રભુ તારી જ્ઞાન ધારા - કરવા છે... લાગે છે સૂનું, અંતર તો મારું, તારા વિના, ભરી દે જે, વસી અંતરમાં મારા - કરવા છે... છો તમે અંતર્યામી, છો મારા અંતરના સ્વામી, રાખજો મને, ચરણમાં તારા - કરવા છે...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karva che darshan taara re (2) prabhuji re vhala, karavam che darshan to taara
karva che dur to jivanamam, haiyethi to mayana re jal - karva che ...
taara darshan vina, vityum re jivana, vitavava nathi have re dahada - karva che ...
raat divas rahyo tu maara vicharomam, lavavo che taane have najar maa - karva che ...
malashene malashe jivanamam to ghanum, taara darshan veena che e adhurum - karva che ...
daya sagar to chho prabhuji, tame re vhala, rahevu nathi taari daya veena - karva che ...
jag ni maya re hoy bhale tari, karvi che shu ene re prabhu, taara veena - karva che ...
chhie ame to ajnani, chho tame jnanasagara, jilavi che re prabhu taari jnaan dhara - karva che ...
location che sunum, antar to marum, taara vina, bhari de je, vasi antar maa maara - karva che ...
chho tame antaryami, chho maara antarana svami, rakhajo mane, charan maa taara - karva che ...
|