પડશે તો કરવું, પડશે તો કરવું, તારે ને તારે, તારાને તારા જીવનમાં
જોઈએ છે બધું તને તો તારા જીવનમાં, પડશે કરવું તારે તારા જીવનમાં
આવ્યો ખાલી હાથે જ્યાં તું જગમાં, મળ્યું કે મેળવ્યું બધું તેં તો જીવનમાં
જોઈએ છે તને તો જેવું જીવનમાં, પડશે કરવું એવું તારે તો તારા જીવનમાં
જોઈએ છે તને કંઈક તો તારા જીવનમાં, પડશે દેવું કંઈક તારે તો તારા જીવનમાં
દુઃખી થાવા જીવનમાં જ્યાં તું તો ચાહે, કર કોશિશ તું સુખી થાવા તારા જીવનમાં
મન, બુદ્ધિ, વિચાર છે પાસે હથિયાર તારા, મળ્યા છે મેળવવા તને તો જીવનમાં
કર્યા ના ઉપયોગ એના સાચા તેં જીવનમાં, કર ના ફરિયાદ તો તું તારા જીવનમાં
મેળવવા છે પ્રભુને તો જો જીવનમાં, જીવવું પડશે જીવન એવું તો જીવનમાં
કરવું તો છે જ્યાં હાથમાં, હાથમાં તો તારા, કરી લેજે સારું તો તું તારા જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)