Hymn No. 4106 | Date: 12-Aug-1992
|
|
Text Size |
 |
 |
1992-08-12
1992-08-12
1992-08-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16093
છલકાતું જાય, છલકાતું જાય, છીછરું હૈયું તો મારું, અભિમાને ખૂબ છલકાતું જાય
છલકાતું જાય, છલકાતું જાય, છીછરું હૈયું તો મારું, અભિમાને ખૂબ છલકાતું જાય સમજાવ્યું ખૂબ એને, સમજાવ્યું તો એને, સમજ્યું ના એ તો જરાય ઝીલવા ગુણો જીવનમાં એ તો ચૂકી, દુર્ગુણ પાછળ એ દોડતું ને દોડતું જાય મીઠાં મીઠાં સબંધો તો જીવનના, જીવનમાં તોડતુંને તોડતું એ તો જાય સાંભળે ના એ તો કોઈનું, કરે એ તો ખુદનું જીવનમાં, જીવનમાં એ તો પસ્તાતું જાય ઘડીએ ઘડીએ વાપરી ક્રોધને, અપમાનના હથિયાર, એકલું એ તો પડતું જાય સાચું સમજવું ભૂલીને જીવનમાં, ખોટું ને ખોટું, ગ્રહણ એ તો કરતું જાય માનીને ખુદને ખૂબ મોટો, બીજાને નાના માનીને, ગણાવતા જાય સુધરી ના હાલત જલદી તો એની, ભલે હાથ એના જીવનમાં હેઠાં પડતાં જાય સમજાયા જ્યાં કૃત્યો એના, ડૂબી નજર ત્યાં નીચી, ભાન નીજનું ત્યાં આવતું જાય
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
chhalakatum jaya, chhalakatum jaya, chhichharum haiyu to marum, abhimane khub chhalakatum jaay
samajavyum khub ene, samajavyum to ene, samajyum na e to jaraya
jilava guno jivanamam e to chuki, durguna pachhamam e to chuki, durguna pachamamam e to chuki, durguna pachandhala nee jodhaman e
sodatum todatum e to jaay
sambhale na e to koinum, kare e to khudanum jivanamam, jivanamam e to pastatum jaay
ghadie ghadie vapari krodhane, apamanana hathiyara, ekalum e to padatum jaay
saachu samajavum bhuli ne jivanamine to khotum ne
khotum khub moto, bijane nana manine, ganavata jaay
sudhari na haalat jaladi to eni, bhale haath ena jivanamam hetham padataa jaay
samjaay jya krityo ena, dubi najar tya nichi, bhaan nijanum tya avatum jaay
|