એકવાર તો વિચાર કરી જો, માને છે જેવો તું, શું તું એવો છે
સમજી રહ્યો છે સદ્ગુણોનો ભંડાર તુજમાં, ભર્યો છે તારામાં, એ કેટલો ભર્યો છે
નથીં દુર્ગુણો બધા તુજમાં ભર્યા ભર્યા, તોયે દુર્ગુણો તુજમાં તો ઊછળતા રહ્યા છે
ભર્યા છે બંને તો તુજમાં, પડતી નથી ખબર તારામાં, ક્યાં ને કેટલાં ભર્યા છે
દયાવાન ગણાય કદી તો તું, દયાહીનમાં ભી ગણતરી તો થાતી રહી છે
શું શું છે ને, તું શું શું નથી, પડીશ વિચારમાં તું, પ્રદર્શન બધાનું તું કરતો રહ્યો છે
કદી સ્વપ્નોમાં તો તું રાચે, કદી તેજહીન બની તું તો બેસી રહ્યો છે
સમય તારા રહ્યાં છે બદલાતા, સદા વિરોધાભાસમાં તો તું વસતો રહ્યો છે
મન જ્યાં રહી ચંચળ, ચંચળને ચંચળ જીવનમાં તો તું રહેતો રહ્યો છે
કરી નિર્ણય રહેજે મક્કમ તું નિર્ણયમાં, જીવનનો તને તો આ સંદેશો છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)