સુખના તો ફાંફાં તો છે સહુના જીવનમાં, પામ્યા કેટલું એ તો જગમાં
મળતાં થોડું લાગે સુખી થયાં, પાછા દુઃખના ઓળાથી જીવનમાં ઘેરાઈ ગયા
અસંતોષના બીજ જ્યાં થોડા ભી ખીલ્યાં, દુઃખી કર્યા વિના એ ના રહ્યા
પ્રકારે પ્રકારે દુઃખ ભલે જુદા દેખાયા, દુઃખી એ તો દુઃખીને દુઃખી રહ્યા
દુઃખના પ્રવાહ જ્યાં વહેતા ને વહેતા રહ્યા, કંઈક દુઃખો તો એમાં ભુલાઈ ગયા
ના સુખને જીવનમાં સ્થાપી રહ્યાં, ના દુઃખ ભી તો જીવનમાં સ્થાપી રહ્યાં
સુખ મળતાં તો સુખના ઓડકાર ખાધા, દુઃખ મળતાં તો એને ગજવી રહ્યાં
સુખદુઃખના સહુના હૈયે પહોંચતા, અન્યના સુખદુઃખ તો ખાલી નજરમાં રહ્યાં
સહુ સહુના સુખદુઃખમાં તો મસ્ત રહ્યાં, ના અન્યના સુખદુઃખ તો લૂંટી શક્યા
સુખને આવકારવા જીવનમાં સહુ દોડયા, દુઃખની વાસ્તવિક્તા ના સ્વીકારી શક્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)