Hymn No. 4220 | Date: 20-Sep-1992
|
|
Text Size |
 |
 |
1992-09-20
1992-09-20
1992-09-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16207
કદી કદી, જીવનમાં હું તો ક્યાંને ક્યાં, પહોંચી જાઉં છું (2)
કદી કદી, જીવનમાં હું તો ક્યાંને ક્યાં, પહોંચી જાઉં છું (2) રસ્તા છે અજાણ્યા, છે બધું નવું, નીરખતોને નીરખતો હું તો જાઉં છું નથી કોઈ તો સાથે રે મારી, હું ને હું તો, સાથેને સાથે જાઉં છું નથી કોઈનો ડર તો ત્યાં, ડર વિના પણ, હું તો ડરતો જાઉં છું કરી ના શકું વાત જ્યાં જે અન્યને, ત્યાં એ તો હું કરતો જાઉં છું દુઃખ નથી ત્યાં તો કોઈ વાતનું, દુઃખી તોયે હું તો થાતો જાઉં છું એકલોને એકલો હું તો, આ બધું ત્યાં, કરતોને કરતો જાઉં છું હર વાતની ત્યાં સાક્ષી પૂરતો ને સાક્ષી બનતોને બનતો જાઉં છું રૂપોને રૂપો અનેક મારા, ત્યાં હું તો નીરખતોને નીરખતો જાઉં છું જે નથી હું, ને જે છું હું, અનુભવ એનો, હું તો કરતો જાઉં છું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kadi kadi, jivanamam hu to kyanne kyam, pahonchi jau chu (2)
rasta che ajanya, che badhu navum, nirakhatone nirakhato hu to jau chu
nathi koi to saathe re mari, hu ne hu to, sathene saathe jau chu
to nathi koino , dar veena pana, hu to darato jau chu
kari na shakum vaat jya je anyane, tya e to hu karto jau chu
dukh nathi tya to koi vatanum, dukhi toye hu to thaato jau chu
ekalone ekalo hu to, a badhu tyam, karatone jau chu
haar vatani tya sakshi purato ne sakshi banatone banato jau chu
rupone rupo anek mara, tya hu to nirakhatone nirakhato jau chu
je nathi hum, ne je chu hum, anubhava eno, hu to karto jau chu
|