યુગો યુગોની છે પુરાણી, આ તો એવી રે કહાની
યુગોને યુગો બદલાયા છે, છે આ તો એવીને એવી, ને નવીને નવી
આતમના ધરમ રહ્યાં એના એ, ભલે યુગોને યુગો બદલાયા
ના ધરમ તો એના બદલાયા, છે આજે પણ એ તો એવીને એવી
યુગો પહેલાં હતો માનવ તો જગમાં, જીવનમાં અહંથી ઘેરાયેલો
રૂપો ભલે બદલાયા, ભાષા ભલે બદલાઈ, અહં એના તો ના બદલાયા
લોભલાલચમાં હતો પહેલાં લપેટાયેલો, નથી ફરક આજે ભી તો એમાં
ભલે વસ્તુ બદલાણી, ભલે સિક્કા બદલાણા, ફરક એમાં તો ના આવ્યા
કદ ને ઘાટ માનવના રહ્યાં બદલાતા, ફરક વૃત્તિઓમાં તો ના બદલાણી
હતો જકડાયેલો ત્યારે, છે જકડાયેલો આજે, નામ ને રૂપો ભલે બદલાણા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)