સમજાય ના જીવનમાં તો જ્યારે, જીવનમાં ત્યારે તો શું સમજાયું
કાં સમજણની બહાર એને ગણવું, કાં ચિત્ત એમાં તો ના રહ્યું
સમજ્યાં વિના જીવનમાં તો કાંઈ કરવું, ના કર્યા બરાબર એને ગણવું
પ્રેમથી ને સમજીને જે કાંઈ કર્યું, પરિણામની આશામાં ત્યારે તો રહેવું
સમજીને પડે જગમાં જે કરવું, કરવું પડે સહન એમાં, સહન એ તો કરવું
કરી કોશિશો સમજ્વા, સમજણ ના ટકી જીવનમાં, ત્યારે તો શું કરવું
લાગણીના પૂર તાણી જાય જ્યાં, સમજણને જ્યારે, પડે ત્યારે તો જોતાં રહેવું
ખૂટી જાય જો જીવનમાં સમજણની ધારા, જીવનને જીવન ના સમજવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)