ઘટી શું ગયું તારામાં, ખૂટી શું ગયું તારામાં, જીવનમાં પડી જરૂર તને સહાનુભૂતિની
કર્યું શું તેં ખોટું, ગયો શું તું ચૂકી રે જીવનમાં, પડી જરૂર જીવનમાં તને તો સહાનુભૂતિની
પાડી દીધી છે આદત શું તેં જીવનમાં, જીવનમાં આદત તો લાચારીની
સરજી દીધી પરિસ્થિતિ શાને એવી તેં જીવનમાં, પડી જરૂર જીવનમાં તને સહાનુભૂતિની
થાબડતોને થાબડતો રહીશ ક્યાં સુધી તું, તારા અંતરને તો સહાનુભૂતિથી
કદીક તો પડતી રહે છે ને રહેશે, સહુના જીવનમાં તો સહાનુભૂતિને સહાનુભૂતિની
કરીશ ઊભી જો તું સાચી હિંમત ને શ્રદ્ધા તો તુજમાં, પડશે ના જરૂર તો સહાનુભૂતિની
છતાં અચકાતો ના તું જીવનમાં તો દેવા કે લેવા, પડે જરૂર જીવનમાં જેને સહાનુભૂતિની
સહાનુભૂતિને સહાનુભૂતિમાં ડૂબ્યો ના રહેતો તું એવો, પડતી રહે જરૂર સદા સહાનુભૂતિની
દુઃખ અને કપરા સંજોગોમાં બની જાય છે, જીવનમાં જરૂર તો સહાનુભૂતિની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)