મારે જીવનમાં તો, કોઈ વાદમાં પડવું નથી, કોઈ વાદમાં પડવું નથી
વડીલો ને સંતોના, આશીર્વાદ લીધા વિના, જીવનમાં મારે તો રહેવું નથી
કોઈ વાદ વિવાદમાં મારે પડવું નથી, ખોટા વાદે જીવનમાં મારે ચડવું નથી
રહીશ કરતો ગુનાઓ જીવનમાં, શિક્ષાના, અપવાદમાં મારે રહેવું નથી
કરવાનું છે જ્યાં મારે ને મારે, સંવાદની એમાં મારે કાંઈ જરૂર નથી
કરી લીધું નક્કી ધ્યેય તો જ્યાં જીવનમાં, સંવાદની એમાં તો કાંઈ જરૂર નથી
રહ્યાં છીએ માયામાં ડૂબીને ડૂબી, જીવનમાં એવા સ્વાદની તો જરૂર નથી
દુઃખ દર્દ તો જીવનમાં આવતા રહે, અપવાદ એમાં તો રહેવાના નથી
હળીમળી રહેવું છે જગમાં, જગમાં કાંઈ વિવાદમાં મારે પડવું નથી
શુભ કરતા રહેવું છે જીવનમાં, ધન્યવાદ વિના જીવનમાં તો રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)