દુઃખ દર્દ કરમાવી દે જીવનને, એ જીવન, જીવનમાં ખીલશે ક્યાંથી
જીવનમાં સંઘર્ષ જો તોડી નાખે જીવનને, એ જીવન તો કહેવાશે ક્યાંથી
પ્યાર વિનાનું જીવન એ ખીલશે ક્યાંથી, એ જીવન જીવન એ કહેવાશે ક્યાંથી
આળસમાં ને આળસમાં વીતે જે જીવન, એ તો જીવન કહેવાશે ક્યાંથી
ભાવની ગરિમા જે હૈયાંમાં નથી, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
વિકારોને વિકારોમાં તણાયું છે જીવન, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
વેરને વેર ભર્યું રહે જ્યાં હૈયે, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
જે હૈયાંમાં પ્રભુ ભક્તિ નથી જાગી, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
ખાવા ભલે હાથ મુખભણી, લેવા ભલે અન્ય ભણી, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
રહે જીવન વીતતું તો પ્રભુ દર્શન વિના, એ જીવન તો જીવન કહેવાશે ક્યાંથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)