કરવું ના હોય જીવનમાં તો જ્યારે, કાંઈ રહે શોધતા
સહુ ત્યારે તો બહાનાને બહાના
હાર પચે ના જીવનમાં તો જ્યારે ને જ્યારે, રહે છે શોધતા સહુ ત્યારે તો..
અદા કરવી ના હોય જીવનમાં જ્યારે, જવાબદારી કાઢે છે સહુ ત્યારે તો...
હાંકી હોય મોટી બડાશો જીવનમાં જ્યારે, થઈ ના શકે પૂરી, પડે છે કાઢવા ત્યારે તો ...
સ્વીકારી ના શકાય હકીકત જીવનમાં તો જ્યારે, શોધે છે સહુ તો ત્યારે, તો... કરવી પડે માનભેર પીછેહઠ જીવનમાં તો જ્યારે, ગોતે છે સહુ ત્યારે તો... કરતા રહે જ્યારે ખોટું, પકડાય જ્યારે આ જીવનમાં, ગોતવા પડે છે ત્યારે તો... કારણ વિના જ્યારે, તોડવા હોય સબંધો જીવનમાં, શોધવા પડે ત્યારે તો... ગમે ના ગમે ભલે રે જીવનમાં, શોધવા પડયા છે સહુએ જીવનમાં તો...
ખોટું બોલનારને, ખોટું કરનારને, છે હાથવગું હથિયાર જીવનમાં તો...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)