મારી દૃષ્ટિમાં તું, મારા શ્વાસોમાં તું
મારા હૈયામાં વ્યાપી રહી છે તું અને તું
ઉલ્લાસમાં રહી છે તું, કરુણતામાં પણ છે તું
જડ-ચેતનમાં વિલસી રહી છે તું અને તું
જનમના આનંદમાં છે તું, મોતની કરુણતામાં પણ તું
દર્દીના દર્દમાં પણ રહી છે તું અને તું
ધરતીની લીલોતરીમાં તું, રણના વેરાનમાં પણ તું
સાગરના જળમાં પણ રહી છે તું અને તું
જળચરમાં છે તું, સ્થળચરમાં પણ છે તું
માનવના હૈયેહૈયામાં પણ છે તું અને તું
જગના હાસ્યમાં છે તું, એના રુદનમાં છે તું
સુંદરતામાં વસી રહી છે સદા તું અને તું
ક્રોધીના ક્રોધમાં છે તું, તપસ્વીના તપમાં છે તું
ધ્યાનીના ધ્યાનમાં આવી રહી છે તું અને તું
સાકારમાં પણ તું, નિરાકારમાં પણ છે તું
ભક્તિના ભાવમાં સદા રહી છે તું અને તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)