વ્હાલા લાગ્યા રે વ્હાલા લાગ્યા, પ્રભુજી સ્વાર્થે સ્વાર્થે તમે વ્હાલા લાગ્યા
જોઈએ જીવનમાં જ્યારે, થઈના જ્યાં પૂરી ઇચ્છા, તમે યાદ ત્યારે તો આવ્યા
અહં ને અભિમાનમાં જીવનમાં ચાલ્યા, હેઠા હાથ ત્યાં પડયા, યાદ ત્યારે તો આવ્યા
મૂંઝવણે મૂંઝવણે ના માર્ગ જ્યાં મળ્યા, કાઢવા મારગ, યાદ ત્યારે તો આવ્યા
પાડવા છાપ જીવનમાં, ઢોંગ પોષ્યા, પૂજતાં પૂજતાં, વ્હાલા તમે ત્યારે તો લાગ્યા
થઈ ગયું જ્યાં ખોટું જીવનમાં, શિક્ષામાંથી તો બચવા, યાદ ત્યારે તમે તો આવ્યા
સફળતાને સફળતાની ચાહના રહે જીવનમાં, કરવા પૂરી, યાદ પ્રભુ ત્યારે તમે તો આવ્યા
જીવનરથની ગાડી, વાંકી જ્યાં ચાલી, પાટે એને ચડાવવા, યાદ પ્રભુ તમે તો આવ્યા
સંસાર તાપથી બચવા, ભક્તિભાવ જ્યાં જાગ્યા, પ્રભુજી યાદ તમે ત્યારે આવ્યા
લાગ્યા જીવન માર આકરાં, એમાંથી તો બચવા પ્રભુજી, યાદ તમે તો આવ્યા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)