જાવું છે રે લાગણીથી, પ્રદેશમાં મારે રે એવા, લાગણીના સીમાડાને કરીને પાર
પહોંચવું છે રે ભાવથી, પ્રદેશમાં રે એવા, ભાવના સીમાડાને કરીને રે પાર
જાવું છે રે શાંતિથી, પ્રદેશમાં મારે રે એવા, શાંતિના સીમાડાને કરીને રે પાર
પહોંચવું છે રે પ્રેમથી, પ્રદેશમાં મારે રે એવા, પ્રેમના સીમાડાને કરીને રે પાર
જાવું છે રે શ્રદ્ધાથી, પ્રદેશમાં મારે રે એવા, શ્રદ્ધાના સીમાડાને કરીને રે પાર
પહોંચવું છે રે જ્ઞાનથી, પ્રદેશમાં મારે રે એવા, જ્ઞાનના સીમાડાને કરીને રે પાર
જાવું છે રે ભક્તિથી, પ્રદેશમાં મારે રે એવા, ભક્તિના સીમાડાને કરીને રે પાર
જાવું છે રે ધીરજથી, પ્રદેશમાં મારે રે એવા, ધીરજના સીમાડાને કરીને રે પાર
પહોંચવું છે રે સદ્ગુણોથી, પ્રદેશમાં મારે રે એવા, સદ્ગુણોના સીમાડા કરીને રે પાર
વટાવ્યા સીમાડા બંધનોના જ્યાં જીવનમાં, થઈ જાશે જીવનમાં ત્યારે બેડોપાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)