છે બે આંખ તો પ્રભુની, વહે એક આંખે ક્રોધ,
બીજામાં પ્રેમ, કઈ આંખ એની તો સાચી
છે બે હાથ તો પ્રભુના, લે એ એક હાથે,
દે બીજા હાથે, કયા હાથ પ્રભુના તો સાચા
છે શિક્ષા કરવાની એની તત્પરતા,
વહે હૈયે ક્ષમાને દયા, ક્યા ભાવ પ્રભુના તો સાચા
એક પગ લાવે એને પાસે, લઈ જાય દૂર બીજો તો એને,
કયા પગ પ્રભુના તો સાચા
કદી રાખી આંખ ખુલ્લી, રહે નીરખી જગને,
કદી જાય જવાના ધ્યાનમાં ડૂબી, કઈ આંખ એની તો સાચી
કદી ઝરે આંખથી સૂર્યતાપ જેવી ગરમી,
વહે બીજી આંખમાં શીતળતા ચંદ્રની, કઈ આંખ એની તો સાચી
વહે કદી એક આંખમાં કઠોરતા,
વહે બીજી આંખથી કોમળતા, કઈ આંખ એની તો સાચી
એક હાથ પ્રેમથી પંપાળે,
બીજા હાથે દે માર એ તો મારી, કઈ આંખ એની તો સાચી
એક આંખ એની હસાવે,
એક આંખ એની તો રડાવે, કઈ આંખ એની તો સાચી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)