Hymn No. 4378 | Date: 04-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-04
1992-12-04
1992-12-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16365
છે પડકાર તો માયાનો, સહુ માનવને જીવનમાં, છૂટાય તો પાસમાંથી મારા છૂટી જાજે
છે પડકાર તો માયાનો, સહુ માનવને જીવનમાં, છૂટાય તો પાસમાંથી મારા છૂટી જાજે કરીશ હાલ બેહાલ હું તો તમારા મારા પાસમાંથી, જીવનમાં બચાય તો બચી જાજો હશે રસ્તા મારા તો જુદા ને જુદા, જીવનમાં જો ઓળખાય તો એને ઓળખી લેજો ભલભલાને જીવનમાં મેં તો બાંધી લીધા, રહેવાય તો જીવનમાં મારાથી દૂર રહેજો દઈશ તમારું ભાન હું તો ભુલાવી, રહેવાય તો જીવનમાં, તમારા ભાનમાં તમે તો રહેજો પહોંચવા નહીં દઉં હું તો તમને મુક્તિના દ્વાર, પહોંચવા કોશિશ જીવનમાં તમે કરી જોજો રહીશ હું તો નીત નવા દાવ તો નાંખતી, દાવ મારા જીવનમાં સમજાય તો સમજી લેજો છું ભલે હું અંશ તો પ્રભુનો, પહોંચવા નહીં દઉં તમને પ્રભુ પાસે, રહેવાય તો મક્કમ રહેજો મળી જાય ઋષિ મુનિવરો કંઈક જગમાં, સ્થાન તમારું જગમાં, નક્કી તમે તો કરી લેજો લાવશો ના ભક્તિ ને વેરાગ્ય તમારી સાથે, ચાલશે ના મારું એની પાસે, યાદ આ તો રાખી લેજો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che padakara to mayano, sahu manav ne jivanamam, chhutaay to pasamanthi maara chhuti jaje
karish hala behala hu to tamara maara pasamanthi, jivanamam bachaya to bachi jajo
hashe rasta maara to juda ne juda, jivanam to juda lidabhalaya, jivanamamhal, lidabhalaya, jivanamamhal, jivanamhale jivanamhal, jivan tohi, jivanamamhal, jivan,
jivanamamhal , rahevaya to jivanamam marathi dur rahejo
daish tamarum bhaan hu to bhulavi, rahevaya to jivanamam, tamara bhanamam tame to rahejo
pahonchava nahi daum hu to tamane muktina dvara, pahonchava koshish to jivanamita nahivari davati to koshish nanka
to nankhava rankhava nav davati samjaay to samaji lejo
chu bhale hu ansha to prabhuno, pahonchava nahi daum tamane prabhu pase, rahevaya to makkama rahejo
mali jaay rishi munivaro kaik jagamam, sthana tamarum jagamam, nakki tame to kari lejo
lavasho na bhakti ne veragya tamaari sathe, chalashe na maaru eni pase, yaad a to rakhi lejo
|