Hymn No. 4395 | Date: 08-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-08
1992-12-08
1992-12-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16382
આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે
આજ નહીં તો કાલ, પડશે જાવું તો સહુએ જગમાંથી રે, સહુએ જગમાંથી રે છે સત્ય સહુના જીવનનું તો આ, માયા જીવનમાં તો સહુને એ તો ભુલાવે રે સંવર્ધન તારો તો છે, ધર્મ તો એ તનનો, ધર્મ નિભાવશે એ તો એના રે હતા સહુ પુરાવા તો એના, હતા એના, પડે છે ગોતવા ઇતિહાસમાં તો એના રે નથી નાશવંત તો આત્મા, અનુભવે નાશ એનો, સંકળાય મન બુદ્ધિથી જ્યાં એમાં રે રહી છે શોધ જનમોજનમથી પ્રભુ કાજે તો ચાલુ, થાય ના પૂરી એમાં ભળ્યા વિના રે ધર્મ તનના ને આત્માને છે જુદાને જુદા, રહ્યાં છે જીવનમાં એ તો ટકરાતાં રે કરી સમન્વય બને ધર્મના જીવનમાં, લક્ષ્ય જીવનમાં જીવનનું પડશે તો સાધવું રે એક ધર્મ કરી જાશે જોર તો જ્યાં, કરી જાશે જીવનને એ તો ખોડંગાતું રે પરાપૂર્વથી છે સહુનો આ તો પ્રશ્ન, સહુએ સહુના જીવનમાં પડશે ઉકેલવો એ તો રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
AJA Nahim to kala, padashe javu to sahue jagamanthi re, sahue jagamanthi re
Chhe Satya sahuna jivananum to a, maya jivanamam to Sahune e to bhulave re
Samvardhana taaro to Chhe, dharma to e tanano, dharma nibhavashe e to ena re
Hata Sahu purava to ena, hata ena, paade Chhe gotava itihasamam to ena re
nathi nashvant to atma, anubhave nasha eno, sankalaya mann buddhithi jya ema re
rahi Chhe shodha janamojanamathi prabhu kaaje to Chalu, thaay na puri ema bhalya veena re
dharma tanana ne Atmane Chhe judane juda , rahyam che jivanamam e to takaratam re
kari samanvaya bane dharmana jivanamam, lakshya jivanamam jivananum padashe to saadhavu re
ek dharma kari jaashe jora to jyam, kari jaashe jivanane e to khodangatum re
parapurvathi che sahuno a to prashna, sahue sahuna jivanamam padashe ukelavo e to re
|