Hymn No. 4414 | Date: 14-Dec-1992
|
|
Text Size |
 |
 |
રડતો ને રડતો રહીશ, દુઃખ જો તું તારું, થાશે ના એ તો દૂર, જાશે એ તો વધતું આવે ના સુખ સામે તો દોડતું, પડશે જીવનમાં એને તો મેળવવું ને મેળવવું રડતો ને રડતો રહીશ જો તુ, દુઃખ જાશે જીવનમાં શક્તિ તારી એ હરતું રહીશ રડયો ને પડયો જો એમાં, જીવનમાં તો છે તારે ઘણું ઘણું કરવું લાગશે તને કે થયું દુઃખ તારું હળવું, રહેશે એ તો ત્યાંને ત્યાં તો ચોટયું હશે ને છોડીશ નહીં જો દુઃખ તું તારું, અટકાવીશ તું સુખને, પડશે એ વિચારવું સુખી થવાને ને રહેવા જીવનમાં, પડશે દુઃખ ભૂલવું, જીવનમાંથી સુખ તો લેવું સંજોગ તો બહારના રહેશે, બહારના બહાર, પડશે જીવનમાં લક્ષ્યમાં આ તો લેવું સુખને દુઃખની એવી તો છે જોડી, એક ને મેળવવા પડશે બીજાને તો છોડવું થાવું સુખી કે દુઃખી, છે હાથમાં તો તારા, જીવનમાં કદી ના આ તો ભૂલવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|