છીએ અમે તો એ રસ્તાના રાહી, છે મુક્તિપંથ તો રાહ અમારી,
છે મુક્તિ એ તો જીવનમાં મંઝિલ અમારી
દુઃખ દર્દ પરથી થાય છે પસાર રાહ અમારી,
છે દયા ધરમની પાસે તો મૂડી અમારી
અથાગ પુરુષાર્થની તો છે તૈયારી અમારી,
મંઝિલે પહોંચ્યા વિના, અધૂરી રહેશે મંઝિલ અમારી
કામ, ક્રોધ, લોભ, મોહ માયાના,
ખાડા ઉપરથી તો પસાર થાય છે રાહ અમારી
રહ્યાં છીએ સદા અમે તો એમાં પડતાં,
દૂરને દૂર રહેતી આવી છે મંઝિલ અમારી
પ્રેમ, ક્ષમાના સદ્ગુણોથી ભરી છે પોટલી અમારી,
ખોલ્યા વિનાની પાસે રહી ગઈ છે અમારી
નીકળી નથી શક્યા વિકારોના ખાડામાંથી બહાર,
છીએ ત્યાંને ત્યાં રાહમાં અમારી
મળતા રહ્યાં છે સાથીદારો તો એવા,
ભૂલતાને ભુલાવતા રહ્યાં છે, રાહ તો અમારી
ખુદની અને સમયની થાતી રહી છે બરબાદી,
ખૂલી નથી તોયે હજી આંખો અમારી
ખોટી ખોટી રાહે જ્ન્માવી તો ચિંતા,
ચડી બેઠી છે ચિંતા તો માથે અમારી
એના ભારે ગયા છીએ અમે થાકી,
અટકી ગયા તો અમે, રાહ જોઈ રહી છે રાહ તો અમારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)