Hymn No. 4443 | Date: 25-Dec-1992
|
|
Text Size |
 |
 |
1992-12-25
1992-12-25
1992-12-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16430
કરી ના શકીએ રે યાદી જગમાં રે પ્રભુ, જગમાં તારી બધી રચનાની
કરી ના શકીએ રે યાદી જગમાં રે પ્રભુ, જગમાં તારી બધી રચનાની જાણી ના શકીએ જગમાં બધું રે પ્રભુ, તાકાત નથી અમારી બધું જાણવાની કરે છે જગમાં જ્યાં બધું તું ને તું, કરીએ શાને તૈયારી અમે કર્તા બનવાની હા ને ના તો છે તો એક જ પ્રશ્નના બે ફાડચા, રહી છે શક્યતા એમાં બંનેની દુઃખ દર્દ તો છે તારી રચના રે પ્રભુ, તાકાત નથી અમારી એમાંથી બચવાની કરવું છે જગમાં તો બધું, અમારા કોઈ વાંધા નથી, પૂરી એને થવા દેવાની મનમંદિરમાં મૂર્તિ તારી કેવી રીતે સ્થાપવી, હશે ના જો તૈયારી તારી આવવાની કરવું છે જીવનમાં હૈયું સાફ તો એવું, થઈ જાય દિલ તને એમાં તો વસવાની ચાલે ના તારી પાસે તો કાંઈ અમારું, છૂટી નથી અમારી બડાશ હાંકવાની મુક્તિ તો છે જીવનમાં મંઝિલ અમારી, કૃપા કરી દેજે તું, શક્તિ ત્યાં પહોંચવાની
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
kari na shakie re yadi jag maa re prabhu, jag maa taari badhi rachanani
jaani na shakie jag maa badhu re prabhu, takata nathi amari badhu janavani
kare che jag maa jya badhu tu ne tum, karie shaane taiyari toe karta to prasana
ha ne be phadacha, rahi che shakyata ema banneni
dukh dard to che taari rachana re prabhu, takata nathi amari ema thi bachavani
karvu che jag maa to badhum, amara koi vandha nathi, puri ene thava thee
thava na devani manamandiramam aavi taari tari tariite, manamandiramam, rani tariite
karvu che jivanamam haiyu sapha to evum, thai jaay dila taane ema to vasavani
chale na taari paase to kai amarum, chhuti nathi amari badaash hankavani
mukti to che jivanamam manjhil amari, kripa kari deje tum, shakti tya pahonchavani
|