Hymn No. 4487 | Date: 12-Jan-1993
|
|
Text Size |
 |
 |
તરવા આ ભવસાગર સંસાર, તૂંનડું જેવું બનવું પડશે, તૂંમડા જેમ રહેવું પડશે અંતરના અહંને, અભિમાનના કાદવને, જ્ઞાનના તાપને, જીવનમાં એને સૂકવવો પડશે ક્રોધને ઇર્ષ્યાના બીજને, અંતરમાંને અંતરમાં, સદા સૂકવી, નાશ એનો કરવો પડશે ઇચ્છાઓ ને વિકારોના ગર્ભને, જીવનમાં સદા, એવો એને તો સૂકવી દેવો પડશે મોહ, મદ, મમતાંને માયાના બીજને, હૈયાંમાંથી તારે એવા તો સૂકવી દેવા પડશે કામ વિકારોના કાદવોને તો જીવનમાં, હૈયાંમાંથી સદા ખૂબ સૂકવી દેવા પડશે પાપના ચિકણાં કાદવને તો જીવનમાં, હૈયાંને મનમાંથી એવા તો સૂકવી દેવા પડશે ભેદભાવની ભીનાશને, વેરાગ્યના તાપથી તપાવી, જીવનમાં એને ખૂબ સૂકવી દેવો પડશે લોભલાલચના હૈયાંના કાદવને, ત્યાગના તાપથી તપાવી, જીવનમાં એને સૂકવી દેવો પડશે તૂંમડાને ભક્તિ ભાવ, પ્રેમને વિશ્વાસના પડળ ચડાવી, ખૂબ મજબૂત કરવું પડશે આવું જીવનનું તૂંમડું તારે તો બનાવવું પડશે, તો આ ભવસાગર તું તરી શકશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|