સુખચેનથી રહેવા દેજો, સુખચેનથી રહેવા દેજો, યાદો તમારી હો, કે ખફા તમારી હો
તમારીને મારી વચ્ચે વાતને રહેવા દેજો, વાત દિલની હો, કે ફરિયાદ ભરેલી હો
દેવો હોય તો સાથ પૂરો દેજો, ચાહે રાહ કાંટા ભરેલી હો, કે આસાનીથી ભરેલી હો
તૈયારી હોય તો વાત સંભાળજો મારી, ચાહે એ કંટાળા ભરેલી હો કે મજાક ભરેલી હો
સફરમાં આવવું હોય તો સાથે આવજો, સફર ચાહે લાંબી હો, કે એ ટૂંકી હો
સમજવું હોય તો જીવનમાં સમજજો, ચાહે સમજ ગમતી હો, કે અણગમતી હો
કાર્ય કરવું હોય શરૂ તો કરજો, ચાહે સફળતા મળવાની, કે નિષ્ફળતા મળવાની હો
જીવન જગમાં જીવવું તો પડશે, ચાહે મુશ્કેલી ભરેલું હો, કે આસાનીથી ભરેલું હો
રાતદિવસ કરે છે પ્રભુ તો રક્ષા, ચાહે એ પુણ્યશાળી હો, કે ચાહે એ પાપી હો
સ્મરણમાં સદા રહેજો તમે રે પ્રભુ, ચાહે એ દિન હો, કે ચાહે એ રાત હો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)