એજ હવા ને એજ તો પાણી, દઈ જાય કંઈકને એ તાજગી ને કંઈકને માંદગી
એજ છે સૂરજ ને એજ છે ધરતી, જુદા જુદા સમયે ને સ્થળે, લખાઈ જુદી જુદી કહાની
છે જીવન તો, છે જીવનમાં જરૂર તો, એના કારણો શોધવાની ને સમજવાની
કચ્છના કાંઠે, કે બંગાળના કાંઠેથી લેશો સમુદ્રનું પાણી, ખારાશ સરખી મળવાની
એક જ પુસ્તક તો વાંચે કંઈક વિદ્યાર્થી, થાય કંઈક તો પાસ, તો કંઈક નાપાસ એમાં
દીધા છે જગમાં કુદરતે સહુને દિલ ને દિમાગ, રચે છે સહુ એની જુદી જુદી કહાની
એક જ ઘરમાં છે સરખા ખોરાકને પાણી, તોયે ચાલમાં ફરક નજરમાં તો આવવાની
દીધા છે પ્રભુએ, એજ હાથ, પગ ને વાણી, કરી રહ્યાં છે ઊભી સહુ પોતાની જુદી નિશાની
છતી આંખે અંધ બનીને ફરે જે જગમાં, એની બુદ્ધિને તો કેમ કરીને વખાણવી
પાણીમાંથી પણ જીવનમાં જે પરપોટા શોધે, જગમાં એળે જાશે એની તો જિંદગાની
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)