જગમાંથી કોઈએ તો જાવું નથી, કોઈએ જાવું નથી, જાવું નથી
ત્રાસ પડે કે રસ જાગે, ગમી ગયું છે જગ સહુને, કોઈએ જાવું નથી
અણીશુદ્ધ્ કરે યત્નો સહુ રહેવાના, જગમાંથી જવાની કોઈની તૈયારી નથી
ધકેલ્યા છે કર્મોએ સહુને, જગમાં, કર્મો જગમાંથી ધકેલ્યા વિના રહેવાના નથી
ધરશે વિવિધ કારણો વારંવાર રહેવાના, જુદા કારણો ધર્યા વિના રહેવાના નથી
માંદગી કનડે કે ભાગ્ય ત્રાસ આપે, નામ જવાનું કોઈ તો લેવાનું નથી
ભોગવશે અગવડો બધી જીવનમાં, જાવાનું કારણ એ કોઈ તો પૂરતું નથી
નિષ્ફળતામાં જાશે ભલે તૂટી, માથું જાશે મૂંઝાઈ, કોઈએ તોયે જાવું નથી
બને અપંગ કે અંગ વિહીન, જગમાંથી જવાની જલદી તોયે તૈયારી નથી
ખાવું, પીવું, ફરવું ગણે જીવનનો સરવાળો, જરૂર રોજ એની ઊભી થયા વિના રહેવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)