હસી ખુશી તો જીવનની મારી, મેળવવાને મેળવવામાં મારે એને તો ખોવી નથી
હસી ખુશીથી, વિતાવવી છે રે જિંદગી, રોવામાંને રોવામાં એને વિતાવવી નથી
હસી ખુશી મારે મારી ખોવી નથી, અન્યની હસી ખુશી મારે લૂંટવી નથી
હસી ખુશીને, હાર જીતના દાવમાં લગાવી, હસી ખુશી જિંદગીની ગુમાવવી નથી
હસી ખુશીથી જીવવું છે હર સ્થિતિમાં, હસી ખુશી એમાં તો ખોવી નથી
હસી ખુશી તો છે ધન જીવનનું, એ ધન જીવનમાં તો એળે જવા દેવું નથી
હસી ખુશી તો છે બળ જીવનનું, એ બળ વધાર્યા વિના તો રહેવું નથી
હસી ખુશી છે તો જીવનરસ જીવનમાં, જીવનમાં મારે એને વેડફી દેવો નથી
હસી ખુશી તો છે ઉદ્દેશ જીવનમાં, જીવનમાં એને તો કાંઈ ભૂલવો નથી
હસી ખુશી વિનાનું તો જીવન, એવું જીવન તો જીવન ગણવા જેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)