મૂકી છે તારા ચરણમાં પ્રભુ, વાત મેં તો મારી, લેજે એને તો તું સ્વીકારી
હોય ભલે વાત જીવનની એ તો નાની, વાત તને એ પણ છે તો કહેવાની
ઘટનાઓને ઘટનાઓ જીવનમાં તો, રચાવી દેજે ના પ્રભુ મને, એમાં એ ભુલાવી
કહેતાને કહેતા રહેવી છે વાત બધી મારે, હોય ભલે એ તો સીધીસાદી
કરવી નથી વાત કોઈ બીજી તો મારે, કરવી છે વાત મારે તો મારીને મારી
વાત તો છે આપણી વચ્ચેનો જોડતો પુલ, વાત મારે તો છે તેથી કરવીને કરવી
હોય ભલે જાણકાર તું, બધી વાતોથી મારી, કરીને વાત બધી કરવું છે દિલ ખાલી
જેવી છે એવી તો છે મારે કહેવી, નથી કાંઈ મારે તો કાંઈ એમાં તો ઉમેરવી
વિચાર નથી કોઈ ફેરબદલી કરવાની, એમાં તો કોઈ ફેરબદલી કરાવવાની
તું જાણે છે બધું, છે આ હૈયાંની વાત બધી મારી, ધરી છે એને લેજે સ્વાકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)