તું હજી તો નાનો છે, તું હજી તો કાચો છે (2)
શીખવી રહ્યાં છે સંજોગો જીવનના, કહી રહ્યાં છે સંજોગો તો તને - તું...
બે પગ પર ઊભા રહેતા હજી શીખ્યા, ખૂંદવી ગલીઓ હજી તો બાકી છે - તું...
અનુભવની ખીચડી પકવી નથી જીવનમાં, શીખવી હજી એ તો બાકી છે - તું...
રમત રમતમાં રાજી થવું, રિસાઈ જવું, હજી તો એ તું ભૂલ્યો નથી - તું...
શબ્દેશબ્દ જાય છે વીંધી તો હૈયું તારું, કરવું તૈયાર એને હજી બાકી છે - તું...
મહોબતભર્યા ખ્વાબો રચ્યા ઘણા જીવનમાં, દેવા આકાર એને, હજી બાકી છે - તું ...
ઘાટેઘાટના સદયા નથી પાણી તો તને, તબિયતમાં હજી તો તું કાચો છે - તું...
ભર્યા નથી અજાણ્યા વાતાવરણમાં તેં ડગલાં, ભરવા એ તો હજી બાકી છે - તું...
ટાઢે તો તું ધ્રુજી ઊઠે, તાપે જાય તું અકળાઈ, કરવું સહન બધું હજી બાકી છે - તું...
મીઠાશ ને કડવાશની તો છે જરૂર જીવનમાં, સમજ્યું તો એ, હજી તો બાકી છે - તું...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)