Hymn No. 6573 | Date: 21-Jan-1997
|
|
Text Size |
 |
 |
વાવીશ જો તું કર્મોનાં કાંટાને કાંટા જીવનમાં, હાથ તારો તો કોણ પકડશે કડવી ને કર્કશભરી, ઉચ્ચારતો રહીશ, વાણી જો તું જીવનમાં, તારી પાસે કોણ ફરકશે નજરોમાંથી વરસાવતો રહીશ આગ જો તું જીવનમાં, નજીક તારી તો કોણ આવશે બેપરવાઈથી ને બેપરવાઈથી, વર્તીશ જો તું જીવનમાં, કોણ તને સાથ દેશે વેરને વેરમાં, ડૂબ્યાં રહેવું છે જીવનમાં તારે, કોણ તારી સાથે સંબંધ રાખશે અધૂરાને અધૂરા, રહીશ મુક્તો, કાર્યો જો તું જીવનમાં, કોણ એને પૂરા કરશે છુપાવીશ કર્મો તું કેટલા દહાડા, એક દિવસ કર્મો તારા, બોલશેને બોલશે રહીશ કરતો વર્તન ખોટાં તું જીવનમાં, ક્યાંથી પ્રભુ એમાં રાજી તો થાશે માયાને માયા રહેશે વધારતો તું જીવનમાં, બંધન જીવનના ક્યાંથી કપાશે સ્વર્ગ સુખમાં પણ લપટાશે જો મનડું તારું, જીવન ફેરામાંથી મુક્ત કેમ થાશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|