બની ગયા જ્યાં તમે તો અમે, બની ગયા જ્યાં અમે તો તમે
કહો હવે ક્યાં રહી ગયા, અમે તો અમે ને તમે તો તમે
સમ ખાવા જેટલું પણ, જીવનમાં રહ્યાં નથી જ્યાં બાકી અમે
દુઃખદર્દ તમારા બની ગયાં અમારા, કહો હવે ક્યાં છીએ અમે
છે એક આત્માના તો એ બે ચહેરા, એક તો છે હૈયું, જુદા નથી અમે
આયુષ્યની દોરી જાશે એક બની, કહેશો આયુષ્ય કોનું એ ક્યાંથી તમે
વસો છો અમારી નજરમાં જ્યાં તમે, તમારી નજરમાં તો જ્યાં અમે
કાઢી શકીશું ફુરસદ ક્યાંથી, જોવા અન્યને, જીવનમાં તો તમે કે અમે
હર વાતમાં લાવશો ના, તમે તો અમે ને અમે તો તમે
બની ગયાં જ્યાં અમે તો તમે, રહીશું ક્યાંથી અમે તો તમે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)