સત્કર્મોના બીજ જીવનમાં તો, લોભલાલચના ખાતરમાં ક્યાંથી ઉછરશે
પ્રેમનો તો છોડ, વેરને ઈર્ષ્યાના વાતાવરણમાં, ક્યાંથી એ તો પાંગરશે
ધ્યાનની રે વેલી જીવનમાં, અશાંત હૈયાંમાં, ના આગળ એ તો વધશે
શાંતિનો છોડ તો જીવનમાં, ક્રોધ ને કપટના વાતાવરણમાં ક્યાંથી એ ખીલશે
સંતોષનો છોડ તો જીવનમાં, અસંતોષના ખાતરમાં, ના કાંઈ એ પાંગરશે
શરમનો રે છોડ તો જીવનમાં, લોભલાલચના ખાતરમાં, ના કાંઈ એ જગશે
કોમળતાનો છોડ તો જીવનમાં, ક્રૂરતાના વાતાવરણમાં, ક્યાંથી એ ખીલશે
વિશ્વાસનો છોડ તો જીવનમાં, શંકાના ખાતરમાં, ના કાંઈ એ તો પાંગરશે
પુરુષાર્થનો છોડ તો જીવનમાં, આળસના ખાતરમાં, ના કાંઈ એ પાગરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)