નજરમાં નિત્ય વસી ગયું છે રે પ્રભુ, શીખર તો તમારું
અમે તો જીવનમાં, તમારા શીખર ઉપર તો પહોંચવા ચાહીએ છીએ
જાગતા ઊંઘતા, જીવનમાં જોઈએ છીએ અમે સ્વપ્ન તો એના
એ સ્વપ્નને જીવનમાં અમે, હકીકતમાં બદલવા ચાહીએ છીએ
રહ્યાં દૂરથીને દૂરથી કરતા દર્શન જીવનમાં અમે તો એના
હવે જીવનમાં અમે તો એની, સમીપતા તો ચાહીએ છીએ
હટયું હટાવી શકાતું નથી, હૈયાંમાંથી એ શીખર તો તમારું
પહોંચવા એ શીખર ઉપર તો તમારા, અમે ઇંતેજારમાં છીએ
જગના બધા શીખરોથી તો છે અનોખું શીખર એ તો તમારું
એ શીખર ઉપર પહોચવું તો જીવનમાં, છે સ્વપ્ન એ તો અમારું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)