કરવા ચાહે છે સહુ જીવનમાં ઘણું ઘણું, એમ થઈ જાતું નથી, એમ થઈ જાતું નથી
રહ્યું છે કરતું છેડતી, કિસ્મત સહુના જીવન સાથે, તેલ સહુનું કાઢયા વિના રહેતું નથી
કરી શરૂ, જાય છે જીવનમાં ક્યાં અટવાઈ, જલદી કોઈ એ તો કહી શક્તું નથી
ના થયાના રાખે હાથ વગા તો બહાના, જીવનમાં એમાં તો કોઈ ચૂક્તું નથી
કરવું છે પૂરું જેણે જીવનમાં, મુસીબત કે મહેનત સામે કદી એ તો જોતું નથી
હર પરિસ્થિતિને જીવનમાં શાંતિથી પચાવી, એમાં આકુળવ્યાકુળ તો એ થાતા નથી
દુઃખદર્દ તો રહે છે બાંધી જીવનમાં પગને, ધકેલ્યા વિના એને બહાર નીકળાતું નથી
કુદરતના ક્રમને બદલવા તો જીવનમાં, પુરુષાર્થી બન્યા વિના તો રહેવાનું નથી
રાહ જોઈ કિસ્મત રાજી થાય એની, જીવનમાં રાહ એવી તો કાંઈ જોવી નથી
કરવું છે ને કરવાનું છે ઘણું જીવનમાં, જીવનમાં એ તો કાંઈ ભૂલવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)