હવાના ઝોકા રહે એ આવતાને આવતા, કદી એક બાજુ, કદી બીજી બાજુ નમાવી જાય છે
અક્કડ બનીને રહ્યાં ઊભા જે જીવનમાં, એમાં તો એ, ફેંકાઈ તો જાય છે
કદી સુખદ શીતળતા આપી એ જાય છે, કદી તનબદન જલાવી એ જાય છે
કદી ડગમગાવી જાય એવા એ તો, અસ્તિત્વને પણ જોખમમાં મૂકી એ જાય છે
કદી ભરી ભરી યાદો વહાવી જાય છે, એમાં એ તો, તાણીને તાણી જાય છે
કદી સુખદ સ્વપ્નામાં, કદી દુઃખદ સ્વપ્નામાં, ધકેલી સહુને એ તો જાય છે
આવશે એ દિશામાંથી ટકશે એ ક્યાં સુધી, સહુને ખોટા એમાં તો પાડી જાય છે
જીવનભર રહ્યાં હોય જે અક્કડ, ન નમનારને પણ, એ તો નમાવી જાય છે
જે સમજવા દિશા ઝોકાની, રહ્યાં જે ઝોકાની સાથમાં, જીવનમાં તો એ પામી જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)