ખીલતી નથી કાંઈ સુખની વેલી તો, રાજમહેલોમાં કે વનવગડામાં
ખીલે છે સદા એ તો પ્યારભર્યા વાતાવરણમાં ને પ્યારભર્યા દિલમાં
પ્રેમભર્યા પ્રેમના જળથી, કરજે સીંચન તું એનું, ખીલશે એમાં એ પુરબહારમાં
છે અંગો બીજા એનાં તો ઘણા, પડશે વસવું સહુએ સાથે તો સંતોષમાં
છે દરિયાદિલની આવશ્યકતા સદા, ખીલશે એમાં એ તો પુરજોશથી
ભર્યું ભર્યું રહેશે દિલ જ્યાં પ્યારમાં, મળશે ના સ્થાન દુઃખને ત્યાં દિલમાં
સુખની વેલી જ્યાં ફૂલશે, ફાલશે, આવશે શાંતિ ત્યાં તો એના દિલમાં
સુખની વેલી સહુ કોઈ ઝંખે, જતન એનું, ઓછા કરે, હાલ છે સહુના આ તો જીવનમાં
જીવનમાં તો જેની, દુઃખ તો નર્તન કરે, થાશે શાંતિનું દર્શન ક્યાંથી એના જીવનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)