હૈયાંમાં નિત્ય રૂદનની ધારા વહેતી હશે, આંખોની પાંપણ તો ભીની હશે
સમજી લેજો જીવનમાં, હૈયાંમાં દુઃખદર્દની થાપણ તો ત્યાં પડી હશે
નિસ્તેજ એવી આંખોમાં, કોઈ ચમક તો જ્યાં, એમાં તો જો ચમકી ગઈ હશે
સમજી લેજો જીવનમાં, કોઈ મીઠી યાદની ચમક, હૈયાંમાં તો જાગી ગઈ હશે
આકુળવ્યાકુળ નયનો, આવે ભાવે, જો ચારે તરફ તો એ ફરતા હશે
સમજી લેજો જીવનમાં, કે હૈયું, કોઈ મીઠી છાંયડી કે મીઠી યાદ ગોતતી હશે
ત્રાંસી આંખે ને કતરાતી નજરે, એક સરખા નયનો જો નીરખી રહ્યાં હશે
સમજી લેજો જીવનમાં કે, એના હૈયાંમાં તો, ભારોભાર ઘૃણા તો ભરી હશે
વાણી દિલની જ્યારે આંખથી ઝરે, બધું એમાં એ તો કહી ગઈ હશે
સમજી લેજો જીવનમાં, મળે ઝીલનાર એનો એને, આનંદની સીમા એમાં ના હશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)