ખોવાયેલા તારા દિલને તો, પડશે તારે તો શોધવું, તારેને તારે તો જગમાં
ખેંચાઈ ખેંચાઈ એ તો અન્યમાં રહ્યું છે એ તો, ફરતુંને ફરતું તો જગમાં
યુગો જૂની છે આદત એની તો ફરવાની, થયો નથી સફળ એને તું રોકવામાં
જોયું ના જોયું, દિલ ત્યાં તો દોડયું વીસર્યું સારું નરસું બધું એ તો એમાં
ખેંચાશે ક્યાં ક્યારે અને શેમાં, છે એ તો કોયડો, સહુનો તો આ જગમાં
રાચશે વિવિધ પ્રવૃત્તિઓમાં જ્યાં દિલ, ફરતુંને ફરતું રહેશે એ જગમાં
બદલાબદલી પ્રવૃત્તિઓમાં, સ્થાન બદલાશે એનું તો ત્યાં ફરવામાં
ડૂબી જાશે જો એ કશામાં, મળી જાશે જો એ ત્યાં, બનશે મુશ્કેલ પાછું વાળવામાં
દિલના સાથ વિના ના રહી શકશે, ના સાથમાં ફરી શકશે, લાગી જાજે શોધવામાં
પામ્યા વિના લેજે ના શાંતિ, રાખીને હાથમાં, શ્વાસ લેજે નિરાંતના જગમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)