છે હૈયું તો મારું, મારા પ્રીતમનું બીજું હૈયું તો હું ક્યાંથી લાવું
અણુએ અણુ તો હૈયાંમાં, છવાઈ ગયો છે પ્રીતમ, બીજાને ક્યાંથી સમાવું
ધડકન બોલે છે નામ તો પ્રીતમનું, બીજું ગુંજન એમાં હું ક્યાંથી લાવું
લક્ષ તો છે જીવનમાં, મારો રે પ્રીતમ, બીજું નજરમાં હું ક્યાંથી સમાવું
યાદોને યાદો ભરી છે પ્રીતમની હૈયાંમાં, બીજી યાદો એમાં હું ક્યાંથી સમાવું
સતાવે છે એક યાદ જીવનભર તો મને, બીજી યાદોને એમાં ક્યાંથી સમાવું
નજર સામે ને સામે રમે છે રે મારો પ્રીતમ, નજર બીજે તો હું ક્યાંથી હટાવું
છે પ્રીતમ તો જીવન તો મારું, એના વિનાનું જીવન, લક્ષમાં ના હું તો લાવું
હૈયું મારું તો છે, નિવાસ પ્રીતમનું, દખલગીરી બીજી એમાં ના હું ચલાવું
એકમેકના હૈયાં છે તો એકમેકના, જુદાપણું બધું એમાં હું તો વીસરાવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)