દિલ ગોત્યું તેં તો ઘણું, ના કોઈ તારો સહારો તો બન્યું
મળ્યો ના સહારો તો જ્યારે તને દિલ, દર્દ તારો સહારો તો બન્યું
દર્દભરી કહાની વચ્ચે, જીવન તારું તો, વીતતુંને વીતતું તો રહ્યું
એની યાદે યાદે દિલ, જીવન તારું તો, ભર્યું ભર્યું તો રહ્યું
ગમાઅણગમાની આગમાં દિલે તું તો જીવનમાં તડપતુંને તડપતું રહ્યું
યાદોએ તો એની, જીવનમાં દિલ તને તો, ધડકતું ને ધડકતું રાખ્યું
દુઃખભર્યા તારા દિલમાં, યાદોને યાદો તો સોનેરી કિરણ તો બન્યું
દર્દ તો દિલમાં કદી મીઠી કે કડવી યાદનું કારણ એ તો બન્યું
શોધ ના સહારા હવે તું બીજા, દર્દે દર્દભર્યું જીવન તને તો દીધું
ગાઢ નાતો બંધાઈ ગયો છે સાથે એની, ભૂલી શકશે દર્દને ક્યાંથી તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)